મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માઇક્રોસોફ્ટે યાહુનો વિચાર માંડી વાળ્યો

સૈન ફ્રાંસિસ્કો. ખૂબજ ચર્ચાસ્પદ બનેલો યાહુ અને માઇક્રોસોફટ વિવાદ હવે શાંત થયો કહેવાય કેમકે માઈક્રોસોફ્ટે હવે યાહુ ખરીદવાનો વિચાર પડતો મૂક્યો છે. કંપનીના સીઈઓ સ્ટીફન બલમરે યાહુને લખેલ એક પત્રમાં જણાવ્યું કે માઈક્રોસોફ્ટે યાહુને હસ્તગત કરવા માટે જે પ્રસ્તાવ મૂકેલો તે હવે પાછો ખેચી લીધો છે.

માઈક્રોસોફ્ટની વેબસાઈટ પર મૂકવામાં આવેલ એક પત્રમાં બાલમરે જણાવ્યું હતું કે, અમે હજૂ પણ સ્પષ્ટપણે માનીએ છીએ કે માઈક્રોસોફ્ટે યાહુને ખરીદવા માટે જે ઓફર મૂકી હતી તે માઈક્રોસોફ્ટ, યાહુ અને બજાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ મૂકાઈ હતી.

અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા છતાં યાહુ અમારો પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર થયું નહી. માઈક્રોસોફ્ટે યાહુ ખરીદવા માટેની બીડમાં પાંચ બીલીયન ડોલર્સનો અંદાજીત વધારો પણ કર્યો હતો.

યાહુએ જે આર્થિક માંગણીઓ કરી છે તે અમે માની શકીએ તેમ નથી અને માઈક્રોસોફ્ટ શેરહોલ્ડરો, કર્મચારીઓ અને અન્ય શેરહોલ્ડરોના હીતને ધ્યાનમાં લઈને કંપનીને આ પ્રસ્તાવ પાછો ખેચવો જ યોગ્ય લાગી રહ્યું છે.

યાહુના સીઈઓ જેરી યાંગને સંબોધીને લખવામાં આવેલ પત્રમાં બાલમરે જણાવ્યું હતુ કે, ગયા સપ્તાહમાં થયેલ મિટિંગમાં અમે કંપનીના શેરની કિંમત પર શેર 33 ડોલર જેટલી વધુ આંકીને યાહુ ખરીદવામાં અમારી તત્પરતા બતાવી હતી. જેના કારણે બીડની રકમમાં 5 બીલીયન ડોલર જેટલો વધારો થયો હતો. જે પર શેર 4 ડોલર વધુ આંકી હતી.

બાલમરે એમના કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, તમારે આ સોદો ના થવા પાછળ નિરાશ થવાની જરૂર નથી કારણ કે કંપની યાહૂ વગર પણ આપણા વ્યાપારિક લક્ષ્યોને હાસિલ કરવામાં સક્ષમ છે અને તે આ કરીને દેખાડી દેશે.

માઇક્રોસોફ્ટે સૌથી પહેલા 31મી જાન્યુઆરીએ યાહૂને અધિગ્રહણ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ યાહૂના નિર્દેશક મંડળે પ્રારંભિક દોરમાં આ પ્રસ્તાવને ઠોકર મારી હતી. બાદમાં આર્થિક રાશીમાં વધારો કર્યો છતાં પણ યાહૂની માંગ વધતા હવે માઇક્રોસોફ્ટે યાહૂને ખરીદવાનો વિચાર માંડી વાળ્યો છે.
ઘણું બધુ
મોંઘવારીનો ગ્રાફ વધારે ઉપર
ફુગાવોમાં સતત વધારો આજે 7.57 %
શ્રેષ્ઠ આઉટસોર્સિગમાં 20 ભારતીય કંપનીઓ
બજાજ ઓટોની બાઈકનું વેચાણ વધ્યું
ઉત્તમ ગલ્વા સ્ટીલનો નફો વધ્યો
અંબાણી કેસની સુનાવણી સ્થગિત