મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વકફ બોર્ડના સીઈઓની ગ્રામ્ય ખાતામાં બદલી

નવી દિલ્હી. રિલાયંસ ઇંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી(સ્પેશિયલ લીવ પિટીશન) દાખલ કરનાર વકફ બોર્ડના સીઈઓ એ આર શેખની ગ્રામ્ય વિકાસ શાખામાં બદલી કરી નાખવામાં આવી છે. આ શેખે મુકેશ અંબાણી દ્વારા બનાવવામાં આવી રહેલા તેના મકાનના પ્લોટ સંદર્ભે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં શેખે આજે જણાવ્યું હતું કે મને ત્રીજી મેના રોજ ટ્રાંસફર ઓર્ડર મળ્યો છે. આથી હું હવે મારૂ નવું ખાતું સંભાળીશ.

શેખે 3જી નવેમ્બર 2006ના રોજ વકફ બોર્ડના સીઈઓનો તરીકે હોદ્દો સંભાળ્યો હતો. આ પહેલા તે વિદર્ભમાં ગ્રામ્ય વિકાસ શાખા સાથે જોડાયેલ હતા. સામાન્ય રીતે આ જગ્યા માટેનો સમયગાળો ત્રણ વર્ષનો હોય છે. પરતું શેખની બદલી માત્ર દોઢ વર્ષમાંજ કરવામાં આવી છે.

દક્ષિણ મુંબઈના અલ્ટામાઉન્ડ રોડ ખાતે છ વર્ષ પહેલા અંબાણીની પેઢી અન્તિલિયા કમર્શીયલ પ્રા. લી.એ 4532 સ્કવેર ફૂટ જમીન 21 કરોડમાં જાહેર હરાજીમાં લીધી હતી. ગયા જૂલાઈ માસમાં સરકારે આ સોદાને અયોગ્ય ગણાવીને બોર્ડને જમીન માલિકી પાછી મેળવવાનો હુકમ કર્યો હતો. હવે આ કેસ નવું રૂપ ધારણ કર્યું છે.
ઘણું બધુ
એડલેબ મલેશિયામાં સિનામે ગૃહ ખોલશે
એમડીએચ દુબઈમાં એકમ સ્થાપશે
મકાઈથી બાયો ઈંધણ નહી બનાવે ભારત
આ વર્ષે કેરીનું વધારે ઉત્પાદન
માઇક્રોસોફ્ટે યાહુનો વિચાર માંડી વાળ્યો
મોંઘવારીનો ગ્રાફ વધારે ઉપર