ખાનગી ક્ષેત્રની એક્સિક બેંકે દુબઈમાં પોતાનું પ્રતિનિધિ કાર્યાલય સ્થાપિત કર્યું છે જે બેંકનાં જથ્થાબંધ એનઆરઆઈ ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહિત કરશે.
બેંક દ્બારા એક જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે દુબઈમાં આવેલું પ્રતિનિધિ કાર્યાલય ભારતમાં બેંકની શાખાઓ અને દુબઈમાં અનિવાસી ભારતીયનાં સોદાઓ કરવામાં મદદ ઉપલબ્ધ કરાવશે.
એક્સિસ બેંકનાં અધ્યક્ષ અને મુખ્ય કાર્યાધિકારી પી.જે.નાયકે કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાનાં વૈશ્વિકરણ સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં અમારી ઉપસ્થિતિ વધી છે.
ઉલ્લેખનીય છે કે, એક્સિસ બેંક સિંગાપુર, બેંકોક, દુબઈ અને શાંઘાઈમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી ચૂકી છે. આ સિવાય જીસીસી ક્ષેત્રમાં બેંકો અને એક્સચેન્જ હાઉસો સાથે બેંકનું રણનીતિક ગઠબંધન છે.
|