મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિગ અડ્ડા માટે બિગ-બી વળતર નથી લેતાં

મુંબઈ. 'બિગ અડ્ડા' બ્લોગ પર પોતાના વિચારો વ્યક્ત કરવા બદલ બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને વળતર ચુકવવામાં આવે છે, તેવી અટકળોનો અંત લાવતાં બિગ-બીએ જણાવ્યુ હતુ કે, તેમને ફિલ્મો, ટીવી-શો, જાહેરાતોમાં કામ કરવાના રૂપિયા મળે છે. પરંતુ બ્લોગ ઉપર પોતાના વિચારો રજુ કરવાના નાણા તેઓ લેતા નથી.

બિગ અડ્ડા અનિલ અંબાણી સમૂહનો બ્લોગ છે. અને તેનો ઉપયોગ કરવા બદલ તેમને કોઈ વળતર ચુકવાતુ નથી. તેઓ બિગ અડ્ડાના બ્રાન્ડ એમ્બેસેડર નથી અને તેઓ માત્ર તેની સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. થોડા સમયમાં જ તેમની પોતાની વેબસાઈટ શરૂ થઈ જશે અને ત્યારપછી તેઓ આ બ્લોગ ઉપર લખવાનુ બંધ કરશે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
ઘણું બધુ
આરઆઈએલ-આરએનઆરએલનો વિવાદ અદાલતમાં
કાચા તેલનાં ભાવ સાતમાં આકાશે
એક્સિક બેંકનાં કાર્યાલયનો દુબઈમાં શુભારંભ
વકફ બોર્ડના સીઈઓની ગ્રામ્ય ખાતામાં બદલી
એડલેબ મલેશિયામાં સિનામે ગૃહ ખોલશે
એમડીએચ દુબઈમાં એકમ સ્થાપશે