મુંબઈ. આંતરરાષ્ટ્રીય સમાચાર પ્રસારક બીબીસી દ્વારા ભારતની છ મોબાઈલ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત બીબીસી ઉપભોક્તાઓ વિડીયો ક્લીપના માધ્યમથી પોતાના મોબાઈલ ફોન ઉપર સમાચાર જોઈ શકશે.
બીબીસીના પ્રબંધ નિર્દેશક એની બર્નાડે માહિતી આપી હતી કે, બીબીસી હવે છ મોબાઈલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ થશે અને તેના દ્વારા તેમની સંસ્થા ટૂંક સમયમાં જ મોબાઈલ ફોન ઉપર વિડીયો ક્લીપના માધ્યમથી સમાચાર રજુ કરશે.
|