જીએસએમ દૂરસંચાર સેવા આપનારી કંપનીઓનાં સગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ) એ કહ્યું છે કે, મોબાઈલ ફોનથી થનારું રેડિયેશન ફોનનો ઉપયોગ કરનારા માટે કોઈપણ રીતે સ્વાસ્થ્યને જોખમ પેદા કરતું નથી.
સીઓએઆઈનાં મહાનિર્દેશક ટી.વી.રામચન્દ્રને કહ્યું હતું કે, એ વાત મહત્વપૂર્ણ છે કે મોબાઈલ સંચાર પ્રણાલીથી થનારા આરએફ રેડિયેશનથી ગુણસૂત્રનાં સ્તર પર કોઈ નુકશાન થતુ નથી.
તેમને કહ્યું હતું કે, આ સંબંધમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન ઘણી નિષ્ણાતોની પેનલો અને સરકારી એજન્સીઓ દ્બારા કરવામાં આવેલા અભ્યાસો તથા સમીક્ષાઓમાં એ વાત પર સહેમતિ જણાવવામાં આવી છે કે વૈજ્ઞાનિક તથ્યોથી જોવામાં આવે તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી જોખમ પેદા થયું નથી.
|