ભારતે ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશોનાં જૂથ (ઓપેક) પાસે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલની વધતી કિંમતોનો સામનો કરવા માટે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાની માંગણી કરી છે.
પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ 22 જૂને પ્રસ્તાવિત ક્રૂડનાં મુખ્ય ઉપભોક્તાઓ તથા ઉત્પાદકોની બેઠક પહેલા મંગળવારે સાઉદી અરબનાં પેટ્રોલિયમ મંત્રી અલી અલ નિયામીને પત્ર લખીને કહ્યું છે કે, ઓપેક દેશોએ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવું જોઈએ. હું ફરીથી ભલામણ કરું છે કે તમે મુખ્ય પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન કરતાં દેશોને પોતાના ઉત્પાદન વધારવાની સલાહ આપો.
ઉલ્લેખનીય છે કે, ભારતે આ પહેલા પેટ્રોલની ભાવમાં લીટર દીઠ પાંચ ને ડીઝલમાં લીટર દીઠ ત્રણ રૂપિયાનો તથા એલપીજી ગેસ સિલિન્ડર પર પચાસ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ભાવ વધારો કર્યો હતો.
|