દુબઈ. રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડે સંયુક્ત અરબ અમેરિકાની કંપની ક્રિસેટ પેટ્રોની સાથે તેલ અને ગેસના સંયુક્ત રૂપે તેલ શોધન માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
રિલાયંસ ઈંડસ્ટ્રીઝમાં પેટ્રોલિયમ ઈંટરનેશનલ બીઝનેસના અધ્યક્ષ અતુલ ચંદ્રાએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યુ કે કંપનીનુ તેલ શોધન કરનારી કોઈ ક્ષેત્રીય કંપની સાથે આ પહેલી સમજૂતી છે. તેમણે કહ્યુ કે શારજાહની આ કંપનીની સાથે થયેલ સમજૂતી પછી કંપની ક્રિસેટ સાથે મળીને ભવિષ્યમાં વ્યાપારને વધુ વધારવાની ઈચ્છા ધરાવે છે.
તેમણે જણાવ્યુ કે આ સમજૂતી પર સોમવારે હસ્તાક્ષર થયા છે. આ પહેલા રિલાયંસ ઈંડસ્ટ્રીઝના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે કંપનીની દુબઈથી પોતાના વૈશ્વિક ગતિવિધિઓને ફરી ચાલુ કરવાની યોજના છે અને આવતા દસકા સુધીમાં કંપની આ ક્ષેત્રમાં પોતાનો કારોબાર વધારવા માટે 24 અરબ ડોલર ખર્ચ કરશે.
તેમણે જણાવ્યુ કે દસ વર્ષો દરમિયાન કંપનીની ક્ષેત્રમાં 20 થી 24 અરબ ડોલરનુ રોકાણ કરવાની યોજના છે. અંબાણીએ કહ્યુ કે દુબઈ ભવિષ્યના રોકાણ માટે તેમની કંપનીનો ગેટવે સાબિત થશે અને કેન્દ્ર કંપનીની આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓનુ સંચાલનની તાકત બનશે.
|