એશિયાઈ શેર બજારમાં તેજીના પગલે બેંકો દ્વારા ડોલરની વેચાવલીના કારણે આંતર બેંક વિદેશી નાણા બજારમાં ડોલરની સામે રૂપિયો 37 પૈસા મજબૂત બનીને 49.72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોચી ગયો છે.
ડીલરોનું માનવુ છે કે, શેરબજારમાં આવેલી તેજીના પગલે બેંકોને વિદેશી ફંડ તરફથી વેચાવલી થંભવાના આસાર દેખાઈ રહ્યા છે. જેનાથી બેંકોએ ડોલરનું ભારે વેચાણ કર્યુ હતું.
તેમણે જણાવ્યુ કે અન્ય નાણાની સામે ડોલરમાં નબળાઈના કારણે પણ રોકાણકારોની ધારણા મજબૂત બની જેનાથી ડોલરમાં નબળાઈ આવી.
|