વૈશ્વિક આર્થિક મંદીને લઈને ઓટોમોબાઈલ ઉદ્યોગ જગતમાં ભારે મોટી હલચલ મચી જવા પામી છે. તો દેશની સૌથી મોટી ડિઝલ એન્જિન નિર્માતા ટાટા કમીન્સ લિમીટેડે બુધવારથી તેનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
અધિકારીઓનાં જણાવ્યા મુજબ અમેરિકાની કમિન્સ એન્જિન કંપની ઈન્ક. અને ટાટા મોટર્સ વચ્ચે ભાગીદારીમાં ચાલી રહેલી આ ડિઝલ કંપનીએ માંગમાં ઘટાડો થવાથી 29 નવેમ્બર સુધી પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 30 નવેમ્બર રજા બાદ 1 ડિસેમ્બરનાં રોજ વિધિવત રીતે ઉત્પાદન શરૂ થશે. આ કંપનીમાં 850 કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.
આ કંપનીમાંથી 90 ટકા સપ્લાય ટાટા મોટર્સને સપ્લાય કરવામાં આવે છે. જમશેદપુરનો ટાટા મોટર્સનો પ્લાન્ટ બંધ હોવાથી આ કંપનીનાં ઉત્પાદન પર અસર થઈ છે. મંદીને કારણે દેશનાં ઓટોમોબાઈલ સેક્ટરમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. છેલ્લાં દસ વર્ષમાં ચોથી વખત ટાટાનો પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે.
|