મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > ગુજરાતમાં રોજગારીની તકો ખુલશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતમાં રોજગારીની તકો ખુલશે
વેબ દુનિયા

વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં ડોલી રહ્યું છે ત્યારે ગુજરાત વાયબ્રન્ટ સમિટ દ્વારા રોકાણ અને રોજગારીમાં વધુ સિધ્ધિ મેળવવા જઇ રહ્યું છે. આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં લઘુ , નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. આ સમિટમાં આ વખતે 4 હજાર જેટલા એમઓયુ થવાની સંભાવના છે .

આ કેટેગરી હેઠળ થનારા એમઓયુ દ્વારા અંદાજે 9 લાખ જેટલી નોકરીઓનું સર્જન થવાની ધારણા છે. વર્ષમાં 2007માં થયેલા 363 એમઓયુ કરતાં આ વખતે વધુ એમઓયુ થાય એવી શક્યતા છે. જેમાં વધુ એમ.ઓ.યુ લઘુ, નાના અને મધ્યમ કક્ષામાં અંદાજે 3 હજાર થાય એમ છે. આ માટે સરકારને 4 હજાર જેટલી દરખાસ્ત પણ મળી હોવાનું જાણકારો જમાવી રહ્યા છે.

ઉદ્યોગગૃહોનો સૂત્રો મુજબ 10 કરોડ રૂપિયા સુધીના એમઓયુને એમએસએમઇ કેટેગરીમાં , જ્યારે 10 કરોડ રૂપિયાથી વધુના એમઓયુને અન્ય કેટેગરીમાં ગણવામાં આવશે . આ પ્રથમ વાયબ્રન્ટ ઇવેન્ટ છે જેમાં લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગકારો ભાગ લઇ રહ્યા છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રિઝર્વ બેંકની સરકારી ઉધારી શૂન્ય !
બેંકોનું ધિરાણમાં ભારે ઉછાળો
વાયબ્રન્ટ ગુજરાતમાં સ્ટેટ બેંકને થશે કમાણી
રિઝર્વ બેંકની કેન્દ્ર સરકાર પર ઉધારી શૂન્ય
બેંકોને મળશે 20 હજાર કરોડની મૂડી
અનિલને 30 અરબ ડોલરનો ફટકો