વૈશ્વિક મંદીથી પરેશાન દેશના કાપડ ઉદ્યોગ દર મહિને 12 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુક્શાન વેઠી રહ્યો છે. રાહત પેકેજ બિન અસરકારક રહેતાં આ ઉદ્યોગ આજે બંધ થવાના આરે ઉભો છે.
કાપડ નિર્માણ ઉદ્યોગ એસોસિએશનના અધ્યક્ષ રાહુત મહેતાએ આજે કહ્યું હતું કે, મંદીને પગલે સરકારના આર્થિક રાહત પેકેજનું આ ઉદ્યોગ પર કોઇ અસર પડી નથી. કોન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં આ ઉદ્યોગ દિવસે દિવસે નુક્શાનની ખાઇમાં જઇ રહ્યો છે. મંદીના કારણે આ ઉદ્યોગ બંધ થવાના આરે આવી ઉભો છે. હાલમાં આ ઉદ્યોગને દરરોજ 12 હજાર કરોડથી વધુનું નુકશાન થઇ રહ્યું છે.
|