ખાનગી ક્ષેત્રની ટેલીફોન કંપની ટાટા ટેલીસર્વિસીઝ લિમીટેડ (ટીટીએલએલ)અને એસઆરઈઆઈ સમૂહની કયુપ્પો ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચરે ભાગીદારી કરવાનો નિર્ણય કર્યો છે.આ બંનેએ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની શરૂ કરી છે.
નવી કંપની ટીટીએલએલ અને ક્યુપ્પોએ ક્રમશઃ 51 અને 49 ટકાની ભાગીદારી રહેશે. સંયુક્ત કંપનીની પાસે 13 હજાર કરોડની કિંમતે 18 હજાર ટાવર ઉભા કરશે, અને વર્ષે 2011 સુધી ટાવરોની સંખ્યા વધારીને 32 હજાર સુધી લઈ જવાનો લક્ષ્ય રાખ્યો છે.
ક્યુપ્પોનાં ઉપાધ્યક્ષ અને પ્રબંધન નિર્દેશક સુનિલ કનોરિયાએ જણાવ્યું હતું કે 2005થી ચાલતાં અમારા પ્રયત્નો પૂર્ણ થશે.
|