ટ્રક ઓપરેટરોએ ડીઝલ સસ્તુ કરવા માટે અને સેવા કરમાં છુટ આપવા જેવી માગણીઓને લઈને ગઇકાલથી દેશવ્યાપી હડતાલ શરૂ કરી છે જે લાંબી ખેચાશે તો રોજીંદી વસ્તુઓની અછત થતાં તેના ભાવ આસમાને જવાની પણ શક્યતા સેવાઇ રહી છે.
આ દરમિયાન સરકારે હડતાલ પ્રત્યે કડકાઇ દેખાડતાં કહ્યું હતું કે જો હડતાલને ઝડપથી સમાપ્ત નહી કરવામાં આવે તો ટ્રકના પરમીટ રદ થઈ શકે છે. કેન્દ્રએ રાજ્યને જરૂરી વસ્તુઓની આપૂર્તિ જાળવી રાખવા માટે સલાહ આપી છે.
|