ગુજરાત સરકાર દ્વારા ટાટા ગ્રુપની લાખેરી કાર નેનો કાર પરિયોજનાને આપવામાં આવેલ વિશેષ સવલતો અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સરકાર તરફથી ચુપકીદી સાધવામાં આવી રહી છે.
રાજ્યના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ તેમજ ઉદ્યોગ સચિવ મહેશ્વર સાહુને આ અંગે પત્રકારો દ્વારા પુછવામાં આવેલ સવાલોના તેઓએ કોઈ જ જવાબ આપ્યાં ન હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે સિંગુરમાં થયેલા જમીન વિવાદથી આ પ્લાન્ટ ત્યાંથી ખસેડાયો હતો અને અહી જમીન, વીજળી, કર સહિતની વિવિધ વિશેષ સવલતો આપવામાં આવતાં સાણંદ ખાતે સ્થળાંતરિત કરાયો હતો.
|