વૈશ્વિક સ્તર પર રજૂ આર્થિક મંદીની અસર એશિયાઈ દેશો પર ચોખ્ખી વર્તાઈ રહી છે. આર્થિક મંદીની અસર વિશ્વ સહિત એશિયામાં ડોકાઇ રહી છે ત્યારે જાપાનમાં એની વધુ અસર જોવા મળી રહી છે. જાપાનમાં વર્ષ 2008ના દરમિયાન નવા વાહનોનુ વેચાણ ત્રણ દશકાના નીચલા સ્તર પર પહોંચી ગયુ છે.
ઉદ્યોગ સમૂહ જાપાન ઓટોમાબાઈલ ડીલર્સ એશોશિએશનના આજ ઉપરોક્ત માહિતી આપી. એશોસિએશને જણાવ્યુ હતું કે, ગત વર્ષના 32 લાખ વાહનોના વેચાણની તુલનામાં હાલમાં આ વેચાણમાં 6.5 ટકા ઘટાડો નોંધાયો છે.
એશિશિએશનના મુજબ વાહનોનુ વેચાણ 1974 પછી ન્યૂનતમ સ્તર પર છે, જ્યારે વાહનો કંપનીઓએ 31 લાખ વાહનોનુ વેચાણ કર્યુ હતુ. જાપાનમાં વાહનોનુ વેચાણ 1990માં પોતાના રેકોર્ડ 60 લાખ ટોચે હતી.
|