વોડાફોન અને રિસર્ચ ઈન મોશને આજે ભારતમાં બ્લેકબેરી પર્લ ફ્લિપ સ્માર્ટફોન લોંચ કર્યો જેની કિમંત 21,999 રૂપિયા હશે.
અહી રજૂ થયેલ એક પ્રેસ જાહેરાતમાં કહેવામાં આવ્યુ કે બ્લેકબેરી પર્લ ફ્લિપ 8220 સ્માર્ટફોનમાં સરળતાથી ટાઈપ અને ડાયલ કરવાની સુવિદ્યા હશે.
સ્માર્ટફોનની બાહ્ય ડિસપ્લેમાં કેલેંડર રિમાઈંડર ઈ.મેલ ટેક્સ્ટ મેસેજ અને ફોન કોલના પ્રીવ્યુની સુવિદ્યા હશે.
આ ફોનમાં ડિઝિટલ જૂમ ફ્લેશ અને વીડિયો રેકોર્ડિંગની સાથે બે મેગાપિક્સેલનો કેમેરો હશે જેની મેમોરી વધારીને 16 જીબી કરી શકાય છે.
|