ઉચ્ચતમ ન્યાયલયના ઉડીસા વિદ્યુત નિયામક આયોગને રિલાયંસ એનર્જી દ્વારા નિયંત્રિત ત્રણ કંપનીઓ વિરુધ્ધ નવી રીતે કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. આ કંપનીઓ નિર્ધારીત સમય મુજબ નાણા ચૂકવવામાં અસફળ રહી છે.
ન્યાયમૂર્તિ બી. એન. અગ્રવાલની અધ્યક્ષતાવાળી પીઠે આયોગની અપીલ મંજૂર કરતા ક્ષેત્રીય ન્યાયધિકરણના આદેશને આંશિક રીતે રદ્દ કરી દીધો. આ આદેશમાં નિયામક દ્વારા કંપનીઓને રજૂ કારણ બતાવો નોટિસને રદ્દ કરી દીધો હતો.
ન્યાયાલયે કહ્યુ કે નિયામક આયોગ કંપનીઓના વિરુધ્ધ નવા પ્રકારે કાર્યવાહી શરૂ કરી શકે છે.
|