ખાનગી ક્ષેત્રની મદદ માટે કાર્યરત વિશ્વ બેંકની એજંસી ઈંટરનેશનલ ફાયનાંસ કોર્પોરેશન આવતા ત્રણ વર્ષમાં લગભગ 30 અરબ ડોલરનુ રોકાણ કરશે જેથી વૈશ્વિક નાણાકીય સંકટથી પ્રભાવિત ઉભરતા બજારોની મદદ કરી શકાય.
આઈએફસીએ એક જાહેરાતમાં કહ્યુ કે આઈએફસીના નિદેશક મંડળના સંકટ નિવારણના આ પગલાને મંજૂરી આપી છે જેથી ઉભરતા બજારોમાં ખાનગી ક્ષેત્રની મદદ કરી શકાય.
આઈએફસીએ કહ્યુ આ પગલાંથી ખાનગી ક્ષેત્રને મદદ મળશે જે રોજગાર રિકવરી અને વિકાસને માટે મહત્વપૂર્ણ છે. આનાથી વૈશ્વિક વ્યાપાર બેવડો થઈને ત્રણ અરબ ડોલર થઈ જશે. ત્રણ અરબ ડોલરનો બેંક પુનપૂંજીકરણ કોષ બનશે અને એક ઈંફાસ્ટ્રક્ચર ક્રાઈસિસ ફેસિલીટીના દ્વારા ઓછામાં ઓછા 1.5 અરબ ડોલર એકઠા કરી શકશે.
|