વાણિજ્ય તથા ઉદ્યોગ રાજ્યમંત્રી અશ્વિની કુમારે સરકાર તરફથી હજી એક રાહત પેકેજ મળવાની શક્યતા દર્શાવી હતી અને તેમણે કહ્યુ આ રાહત પેકેજ માત્ર નોકરીઓ બચાવવા માટે જાહેર કરવામાં આવશે એવી એંધાણી આપી હતી.
છેલ્લા કેટલાક મહિનાથી ચાલી આવેલી વૈશ્વિક આર્થિકમંદીના પગલે ભારત સરકાર દ્વાર અત્યાર સુધી બે રાહત પેકેજ જાહેર કરાઈ ચૂક્યા છે. હજી ત્રીજુ રાહત પેકેજની જાહેરાત કરવાની વાત વાણિજ્યમંત્રીએ તેમના ભાષણમાં વણી લીધી હતી.
તેમણે કહ્યુ હતુ કે આર્થિક મંદીની અસર ઓછી કરવા અને નોકરીઓનો ભોગ ઓછો લેવાય તેના બનતા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે.
|