દેશની ચોથા નંબરની સૌથી મોટી આઈટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સનાં અધ્યક્ષ રામાલિંગા રાજુએ પોતાના બેન્ક એકાઉન્ટમાં ગડબડી પછી પોતાના પદથી રાજીનામુ આપી દીધુ છે.
રામાલિંગાએ પોતાની સાથે તેની સાથે કંપની અને શેરબજારને દઝાડી દીધુ છે.જો કે મહિન્દ્રાએ સત્યમનો સંપર્ક કરવાની ખબરથી પાછુ માર્કેટ સાત ટકા ઉપર આવ્યું હતુ. તો સત્યમની બરબાદી અંગે એક નજર મારીએ...
30 ડિસેમ્બર- કંપનીનાં પ્રબંધનમાં ફેરફાર અને કંપનીએ તેના મોટા હિસ્સાનાં શેર વેચવાની ખબર આવી
29 ડિસેમ્બર- કંપનીનાં ત્રણ ડાયરેક્ટરોનું રાજીનામું
28 ડિસેમ્બર- કંપનીનાં ડાયરેક્ટરોની બેઠકને 10 જાન્યુઆરી સુધી મુલત્વી રાખી
26 ડિસેમ્બર- કંપનીનાં ડાયરેક્ટરનાં સ્વતંત્ર મંગલમ શ્રીનિવાસનું રાજીનામુ
25 ડિસેમ્બર- વિશ્વ બેન્કે જાહેર કરેલાં નિવેદનને પાછું ખેચવા જણાવ્યુ
24 ડિસેમ્બર- કંપનીનાં ટેકઓવરને લઈને અફવાઓ વચ્ચે કિંમતોમાં ઘટાડો
23 ડિસેમ્બર- વિશ્વબેન્કે સત્યમને આપેલો કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો
17 ડિસેમ્બર- સત્યમ તરફથી ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરની કંપની મેટાસ સહિત બે કંપનીઓને 16 અબજ ડોલરમાં ખરીદવાનાં નિર્ણય બાદ કંપનીનાં શેરનાં ભાવ તુટ્યા હતા.
|