સરકાર દ્વારા હાલમાં જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.ત્યારબાદ ફરી ભાવ ઘટાડવાની જાહેરાત પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ આજે કરી હતી.
મુરલી દેવરાએ જણાવ્યુ હતું કે રાંધણ ગેસ સહિત પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવામાં આવશે,કોનામાં કેટલો ઘટાડો કરવો તેના અંગે બેથી ત્રણ સપ્તાહમાં નિર્ણય કરવામાં આવશે.પરંતુ તેના આંકડા અંગે કોઈ જાહેરાત કરી નહતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
|