સત્યમનાં ચેરમેન રામાલિંગા રાજુનાં રાજીનામાની અસર સમગ્ર દિવસ દરમિયાન જોવા મળી રહી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 749 પોઈન્ટ નીચે બંધ થઈને 9686 પર બંધ થયો હતો.
જ્યારે નીફ્ટી 192 પોઈન્ટ નીચે 2920 પોઈન્ટ પર બંધ થયો હતો.
સત્યમ નાં અધ્યક્ષ રામાલિંગ રાજુએ 30 સપ્ટેમ્બર 2008નાં રોજ બેલેન્સ શીટમાં કુલ રેવન્યુમાં 2700 કરોડ તેમજ હેન્ડકેસમાં 649 કરોડનું અંતર દર્શાવ્યું હતું. જ્યારે વાસ્તવમાં કંપનીનાં રેવન્યુમાં 2112 કરોડ તેમજ હેન્ડ કેસમાં 61 કરોડનું અંતર હતું.
આ રીતે તે સમયે બેલેન્સ શીટ અને બેન્ક એકાઉન્ટમાં કુલ 5364 કરોડની કેસ દર્શાવી હતી.જ્યારે હકીકતમાં તે 5040 કરોડ હતી. કંપનીએ આ સમયમાં રૂ.376 કરોડ વ્યાજનાં રૂપે હાંસલ કર્યા હોવાની વાત કરી હતી. જ્યારે હકીકતમાં એવું કઈ ન હતું.
આ હકીકત પ્રકાશમાં આવવાથી સત્યમનાં શેરમાં 77 ટકા સુધી ઘટીને 39.95 પર આવી ગયા હતા.
|