રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા એક એપ્રિલથી એવી સ્કીમની જાહેરાત કરવા જઈ રહ્યાં છે. જેમાં તમે કોઈપણ બેન્કનાં એટીએમનો ઉપયોગ કરવા પર કોઈપણ ચાર્જ લાગશે નહીં. નાગરિકોનાં લાભ માટેની આ સ્કીમની જાહેરાત ટુંક સમયમાં આરબીઆઈ ગવર્નર જી.સુબ્બારાવ કરશે.
અત્યાર સુધી એક બેન્કનું એટીએમ ધરાવતો વ્યક્તિ બીજી વ્યક્તિનું એટીએમ કાર્ડ વાપરે તો તે વ્યક્તિને તેના માટે રૂ. 20નો ચાર્જ ભરવો પડતો હતો. પણ આરબીઆઈએ દરેક બેન્કોનાં એટીએમને નેશનલ ફાયનાન્સિયલ સ્વિચથી જોડી દીધો છે. જેને દરેક બેન્ક લાગુ પાડશે.
અત્યાર સુધી એટીએમ શેરીંગ આવકની પણ વહેંચણી કરતાં હતા. જે 1 એપ્રિલ બાદ દરેક બેન્કે તે ખર્ચ પોતાના માથે વહન કરવો પડશે. આ સાથે એસબીઆઈ બેન્કનું એટીએમ ધરાતવો વ્યક્તિ એચડીએફસી બેન્કનાં એટીએમમાંથી એકપણ રૂપિયાનાં ચાર્જ વગર પૈસા ઉપાડી શકશે.
|