નેશનલ હાઈડ્રો પાવર કોર્પોરેશન (એનએચપીસી)ને પર્યાવરણીય મેનેજમેન્ટ અને સતત પહેલ માટે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સમ્માનિત કર્યું છે.
રાષ્ટ્રપતિએ અહીં આઠમાં ટીઈઆરઆઈ કોર્પોરેટ પુરસ્કાર સમારોહમાં એનએચપીસીને ધિ એનર્જી રિસોર્સ ઈંસ્ટીટ્યૂટ દ્વારા સ્થાપિત ટીઈઆરઆઈ કોર્પોરેટ એવોર્ડ-2009 થી સનામિત કર્યુ. આ પુરસ્કાર એનએચપીસીના અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર એસકે ગર્ગે પ્રાપ્ત કર્યો.
આ પુરસ્કાર માટે ટીઈઆરઆઈ અનુસંધાનકર્તાએ જમ્મૂ-કાશ્મીરમાં 480 મેગાવોટ ધરાવતા ઉડી વિદ્યુતગૃહમાં કરવામાં આવેલા વિભિન્ન પર્યાવરણીય અને સામ્જિક સુરક્ષા ઉપાયોની પ્રભાવકારિતાનું મૂલ્યાંકન કર્યું હતું.
|