ગુજરાત સ્થિત વિશાળ ઔદ્યોગિક સમૂહ અદાણી સમૂહની સહાયક કંપની અદાણી પાવર લિ. (એપીએલ) જુલાઈના મધ્ય સુધી બજારમાં આઈપીઓ લઈને આવી શકે છે.
કંપનીના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, અમે માત્ર આઈપીઓ લાવવા માટે સેબીની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ. કંપનીએ તાજેતરમાં જ પોતાની 350 મેગાવોટ ક્ષમતાનો મુદ્રા પાવર પ્લાન્ટ 28 માસના રેકોર્ડ સમયગાળામાં સ્થાપિત કર્યો છે.
કંપની બજારમાં 2000 કરોડ રૂપિયા એકત્રિત કરવા ઈચ્છે છે. અધિકારીઓના જણાવ્યાનુસાર ત્રણ વર્ષોમાં એપીએલ પોતાના મુંદ્રા (ગુજરાત) અને ટિરોલા(મહારાષ્ટ્ર) એકમોથી 6600 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા લાગશે.
4620 મેગાવોટ ક્ષમતા સાથે મુંદ્રા સૌથી મોટો તાપવિદ્યુત એકમ હશે. આ એકમ 2012 સુધી પોતાની પૂર્ણ ક્ષમતા સાથે ચાલવા લાગશે જ્યારે મહારાષ્ટ્ર સ્થિત પ્લાન્ટ 2000 મેગાવોટ ક્ષમતાનો હશે. એપીએલ કેટલાયે રાજ્ય વિદ્યુત મંડળો સાથે વીજળી ખરીદી સમજૂતિ કરી ચૂક્યું છે. તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણા શામેલ છે.
|