મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > સત્યમે 1.61 અરબનો નફો કર્યો !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સત્યમે 1.61 અરબનો નફો કર્યો !
ભાષા

અરબો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલી અને દેશમાં સૂચના પ્રૌદ્યોગિકીની ચોથી મોટી કંપની રહેલી સંત્યમ કોમ્પ્યુટર સર્વિસેસ લિમિટેડે વર્ષ 2008-09 ના ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં 1.61 અરબ રૂપિયાનો ચોખ્ખો નફો એકત્ર કર્યો છે. કંપની પાસે 373 કરોડ રૂપિયાની બેન્ક બેલેન્સ પણ છે.

કંપનીએ મંગળવારે અહીં ગત નાણાકિય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાનું પરિણામ જાહેર કરતા જણાવ્યું કે, આ ગાળામાં કુલ 22.9 અરબ રૂપિયાનો વેપાર કરવામાં આવ્યો. કંપનીની સફળ કુલ આવક 2327.21 કરોડ રૂપિયા રહી. કંપનીએ સાથોસાથ એ પણ જણાવ્યું કે, આ આંકડાઓની સત્યતાનો કોઈ ભરોસો નથી. આ એ જ સમયગાળો છે જ્યારે કંપનીએ પોતાની ગેર આઈટી સહાયક કંપનીઓના અધિગ્રહણનો અસફળ પ્રયત્ન કર્યો હતો.

કંપનીએ વર્ષ 2009 ના પ્રથમ બે માસની ચોખ્ખી આવક 56 કરોડ રૂપિયા અને કુલ આવક 1284 કરોડ રૂપિયા જાહેર કરી. માર્ચ 2009 ના અંતમાં સત્યમની બેન્ક બેલેન્સ 373 કરોડ રૂપિયા હતી જ્યારે બકાયા લોન 469 કરોડ રૂપિયા હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ટોયાટાનું એકમ આગામી વર્ષે શરૂ
જેટ એયરવેજની 30 નવી ફ્લાઈટ
છ લાખ નોકરીયો અપાવશે ઓબામા
ટેલર બન્યા આઇએટીએના ચેરમેન
એસબીઆઈ 1100 કેંન્દ્રોથી સોનું વહેંચશે
આરબીઆઈ નવી નોટ જારી કરશે