શેર બજાર નિયામક સેબીએ 119 શેર બ્રોકરોંને સમયસર વેરો ન ચૂકાવવાના આરોપમાં સભ્યતા ખત્મ કરવાની નોટિસ આપી છે. તેમણે 15 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે.
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી) એ કહ્યું છે કે, બ્રોકરોએ સમયસર વેરો ન આપ્યો તો તેમની સભ્યતા રદ્દ કરી દેવામાં આવી શકે છે.
સેબીએ નોંધણી વેરો ન જમા કરનારા વિભિન્ન દલાલોની સઘન રીતે તપાસ કરવા માટે 2005 માં કેટલાક તપાસ અધિકારીઓની નિમણૂક કરી હતી.
જેના આધાર પર તેમને સંબંધિત સ્ટૉક એક્સચેંજો મારફત નોટિસ જારી કરવામાં આવી હતી પરંતુ તે નોટિસ તેમના સુધી પહોંચવાના બદલે પરત આવી હતી. સેબીને જણાવામાં આવ્યું કે, તેઓનો હાલ કોઈ પત્તો નતી. આ બ્રોકર અમદાવાદ, ગૌહાટી, મદ્રાસ, પુણે, બેંગલુરુ, કોયંબટૂર, મધ્યપ્રદેશ અને ભુવનેશ્વર શેર બજારના છે.
|