મહિંદ્રા સત્યમને સંકટથી બહાર કાઢવાની રણનીતિ અંતર્ગત તાજેતરમાં પ્રમુખ પદો પર નિમણૂકની જાહેરાત કરવામાં આવી.
નવી રણનીતિ અંતર્ગત એએસ મૂર્તિ હવે કંપનીના મુખ્ય ટેક્નિકલ અધિકારી હશે અને તેમના પર કંપનીની ટેક્નિકલ ક્ષમતા અને ઈનોવેશનની જવાબદારી હશે. મુખ્ય પરિચાલન અધિકારી રાકેશ સોની કંપનીના વિનિર્માણ (બીએફએસઆઈ), ઇમર્જિંગ, વરટિકલ્સ અને સ્ટ્રેટેજિક એકાઉંટના પ્રમુખ હશે. તે ટેક મહિંદ્રાથી મહિંદ્રા સત્યમમાં આવ્યાં છે.
ડૉ. કેશવ પાંડા બિઝનેસ ડેવલપમેંટ અને વિનિર્માણ પરિચાલન સહિત કેટલાયે એકમોના પ્રમુખ હશે. ટેક મહિંદ્રાથી આવેલા અતુલ કંવર બિઝનેસ ડેવલપમેંટ સાથે જ યૂરોપ, ઑસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ, આફ્રીકા અને ભારતમાં કંપનીના ક્ષેત્રિય બિઝનેસ પ્રમુખ હશે જ્યારે મનીષ મહેતા આ તમામ વેપારના ડિલવરી પ્રમુખ હશે.
ટીઆર આંનદ કંપનીના ટેલીકૉમ, મીડિયા, ઇંટરટેનમેંટ, ટેક ઇન્ફ્રા અને સેમી કંડક્ટરના વેપાર પ્રમુખ હશે. હરિ ટી. મુખ્ય પીપલ ઑફિસ અને મુખ્ય માર્કેટિંગ અધિકારીનું કામ કાજ સંભાળશે. |