ચૂંટણી પ્રક્રિયા પુરી થયાના ગણતરીના દિવસો બાદ જનતાના માથે ફરી એકવાર પેટ્રોલ ડિઝલના નામે બોજ ઝીંકાયો છે. પેટ્રોલમાં લિટરે રૂ. 4 અને ડિઝલમાં લિટરે રૂ. 2નો આજ રાતથી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિટમ મંત્રીએ આજે સાંજે આ ભાવ વધારો જાહેર કર્યો છે. આ ભાવ વધારો આજ રાતે બાર વાગ્યાથી લાગુ કરવામાં આવશે. કેરોસીન તથા એલપીજીમાં હાલ કોઇ વધારો કરવામાં આવ્યો નથી. |