ટાટા મોટર્સના વાહનોનું વેચાણ જૂન માસમાં ચાર ટકા ઘટી ગયું છે. જૂનમાં તેના 45399 વાહનો વેચાયાં જે ગત વર્ષના આ સમયગાળાના 47245 ની તુલનામાં ચાર ટકા ઓછા છે.
કંપનીએ જણાવ્યું કે, ચાલૂ નાણાકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેણે 123113 વાહન વેચ્યાં જે ગત નાણાકિય વર્ષના આ સમયગાળાના 131733 વાહનોના વેચાણથી સાત ટકા ઓછા છે.
કંપનીના વાણિજ્યિક વાહનોનું વેચાણ જૂનમાં ગત વર્ષના સમાન સમયગાળાના 26797 વાહનોની તુલનામાં બે ટકા ઘટીને 26205 વાહન રહી ગયું. જો કે, હળવા વાણિજ્યિક વાહનોનું વેચાણ 17 ટકા વધીને 16256 થઈ ગયું, જ્યારે મધ્યમ અને ભારે વાણિજ્યિક વાહનોનું વેચાણ 23 ટકા ઘટીને 9949 રહી ગયું.
|