વૈશ્વિક નાણાકીય સંકટની અસર ભારતના રોજગારો પર પણ પડી અને ઓક્ટોબર-ડિસેમ્બર 2008ના દરમિયાન લગભગ પાંચ લાખ નોકરીઓનો અંત આવ્યો. જો કે આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં સ્થિતિ સુધરવાના સંકેત મળ્યા છે.
કેન્દ્ર સરકારે સંસદમાં ગુરૂવારે રજૂ આર્થિક સમીક્ષામાં આ માહિતી આપી. શ્રમ અને રોજગાર મંત્રાલયના શ્રમ બ્યૂરોના સર્વેક્ષણના હવાલાથી સમીક્ષામાં કહેવામાં આવ્યુ છે કે ઓક્ટોબર ડિસેમ્બર 2008 દરમિયાન લગભગ પાંચ લાખ કારીગરોના રોજગાર પૂરા થયા જેની સૌથી વધુ અસર રત્ન, આભૂષણ, પરિવહન અને ઓટોમોબાઈલ પર પડ્યો.
રોજગારો પૂરા થવાની પ્રક્રિયા આ વર્ષના જાન્યુઆરીમાં પણ યથાવત રહી પરંતુ શ્રમ બ્યુરોના 21 કેન્દ્રોએ જાન્યુઆરી-માર્ચ 2009માં જે સર્વે કર્યો એ સ્થિતિમાં સુધારો દર્શાવે છે. આ સર્વે મુજબ પસંદગીના ક્ષેત્રોમાં અઢી લાખ રોજગાર વધ્યો.
|