સરકારે કંપની લો બોર્ડ સીએલબીને મહિન્દ્રા લિમિટેડના ડાયરેક્ટર બોર્ડમાં સમાવાયેલા છ ડાયરેક્ટર પૈકી ચારને પરત બોલાવી લેવા માટે કહ્યું છે. ડાયરેક્ટર બોર્ડમાં સરકાર દ્વારા છ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર હવે સીએલબીએ નિર્ણય કરવાનો છે કે આ છમાંથી કયા ચાર સભ્યોને પરત બોલાવી લેવા છે અને કયા બે ડાયરેક્ટરને ચાલુ રાખવા છે. સીએલબી આ મામલે આગામી દિવસોમાં નિર્ણય લે એવી સંભાવના છે.
|