વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુઓ કે વાણીજ્ય મંત્રીઓની આવતી કાલથી શરૂ થઇ રહેલી બે દિવસીય અનૌપચારિક બેઠકમાં ભારતની આજીવિકા અને અનાજ સુરક્ષા મામલે કોઇ પણ રીતે નમવાની સંભાવના નથી.
આ બેઠક આ મહિનાના અંતમાં અંમેરિકાના પિટ્સબર્ગમાં થનાર ડબલ્યુટીઓની સત્તાવાર બેઠક અને નવેમ્બરના અંતમાં જીનેવામાં મળનાર ઔપચારિક મંત્રી સ્તરની બેઠકની તૈયારીના ભાગરૂપે માનવામાં આવી રહી છે. બેઠકમાં વિકાસશીલ દેશો સહિત 36 દેશોના મંત્રીઓ ભાગ લેશે.