ઉદ્યોગ સંગઠન એસોચેમે સરકારને સ્થાનિક બજારને વિકસિત દેશો માટે ના ખોલવાની અપીલ કરતાં કહ્યું છે કે, વિશ્વ વ્યાપાર સંગઠનના વ્યાપારી મંત્રીઓની દિલ્હીમાં પ્રસ્તાવિત બેઠકમાં આ આ મામલે જોરદાર અવાજ ઉઠાવે.
દોહા કરાર વચ્ચેની અડચણોને દુર કરી એને તર્કસંગત રીતે લાગુ કરવા માટેના પ્રયાસો અંગે વિચાર વિમર્શ કરવા માટે મંત્રી સ્તરીય બેઠક 3અને 4 નવેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવી છે.
એસોચેમના મહાસચિવ ડી.એસ રાવત તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવાયું છે કે, સરકારે વિકસિત દેશોના બે મ્હોરા ચરિત્ર વિરૂધ્ધ સખત અવાજ ઉઠાવવો જોઇએ અને સ્થાનિક બજારને વિકસિત દેશોના ઉત્પાદન માટે ખોલવાની વાતનો વિરોધ કરવો જોઇએ.