વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » મુકેશ સાથે સુલેહ ઈચ્છું છું : અનિલ અંબાણી
Feedback Print Bookmark and Share
 

ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પોતાના મોટા ભાઈ મુકેશ અંબાણીની તરફ આજે સુલેહ માટે હાથ વધાર્યો અને કહ્યું કે, તેમની વચ્ચે તમામ અસહમતિઓને સૌહાર્દપૂર્ણ રીતે દૂર કરવામાં આવી શકે છે.

દીવાળી પૂર્વે કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રા કરીને પરત ફરી રહેલા અનિલે એક યાદીમાં કહ્યું કે, તેમના મનમાં મુકેશ માટે ઘણો પ્રેમ અને સન્માન છે.

છેલ્લા ચાર વર્ષમાં અમે સમાધાન શોધવામાં કોઈ કસર છોડી નથી. તેમણે તેના માટે મોટા ભાઈથી ખુલ્લા મને સહ્રદયતા અને સાથે લઈને ચાલવાની ભાવના દેખાડવાની અપીલ કરતા કહ્યું કે, આ પ્રકારે અસહમતિઓને દૂર કરી લેવામાં આવે તો તે તેમની માતા કોકિલાબેન માટે સારુ રહેશે.

અનિલે પોતાના નિવેદનમાં વરિષ્ઠ નેતાઓ અને અંબાણી પરિવારના શુભચિંતકો દ્વારા પરિવારમાં સુલેહ અને સહમતિ માટે કરવામાં આવેલી કામનાઓનો પણ ઉલ્લેખ કર્યો. ઉલ્લેખનીય છે કે, બન્ને ભાઈ કેજી બેસિનના ગેસ વિવાદને લઈને જબરદસ્ત કાનૂની દાવ પેંચમાં ફસાયા છે. તેમની અરજી પર સુપ્રિમ કોર્ટ કેસની સુનાવણી 20 ઓક્ટોબરથી શરૂ કરશે.

અનિલના આ નિવેદન પર મુકેશ અંબાણીએ પણ કહ્યું કે, હું મારા નાના ભાઈ અનિલ અંબાણીની આ પહેલથી ખુશ છું.
સંબંધિત જાણકારી શોધો