વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સીઈઓના વેતન પર સરકારનો અંકુશ નહીં : મનમોહન
Feedback Print Bookmark and Share
 

કંપનીઓના ટોચના અધિકારીઓ અથવા સીઈઓના વેતનને લઈને જારી ચર્ચા વચ્ચે વડાપ્રધાન મનમોહન સિંહે તેમના વેતન પર કોઈ પણ પ્રકારની કાયદાકિય સીમા નક્કી કરવાની શક્યતાને આજે ફગોવી દીધી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય કંપનીઓના બોર્ડો પર છોડવો જ યોગ્ય રહેશે.

સીઈઓના વેતનને લઈને સરકારની ચિંતા સંબંધી પ્રશ્નના જવાબમાં સિંહે અહીં કહ્યું કે, અમારું હજુ પણ એ જ માનવું છે કે, વિભિન્ન કંપનીઓના બોર્ડોએ વેતન ઘણી સારી રીતે નક્કી કર્યા છે અને સરકારની સીઈઓના વેતન પર કોઈ સીમા નક્કી કરવાની મંશા નથી.

તેમણે કહ્યું કે, સીઆઈઆઈ એક બેઠકને સંબોધિત કરતા કહ્યું કે, મેં આ મુદ્દો એમ જ સામાન્ય રીતે ઉપાડ્યો હતો. સરકારે આ વિષે કંઈ નક્કી કર્યું નથી.
સંબંધિત જાણકારી શોધો