વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ચાલૂ વર્ષે આર્થિક પ્રોત્સાહન પરત નહીં : મોટેંક
Feedback Print Bookmark and Share
 

યોજના પંચે કહ્યું છે કે, ચાલૂ નાણાકિય વર્ષમાં આર્થિક પ્રોત્સાહનને પરત લેવાનો કોઈ મામલો નથી. આર્થિક વૃદ્ધિ દર સાત ટકા સુધી આવ્યા પહેલા પ્રોત્સાહનને પરત લેવામાં આવવાના કોઈ અણસાર નથી.

યોજના પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાએ કહ્યું કે, મને નથી લાગતું કે, ચાલૂ નાણાકિય વર્ષમાં પ્રોત્સાહન પરત લેવાનો કોઈ મામલો છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આર્થિક વૃદ્ધિ દર સાત ટકા પર આવતો નથી ત્યા સુધી પ્રોત્સાહન વાળી નીતિમાં કોઈ ઉલટફેર નહીં થાય.

મૌદ્રિક નીતિ વિષે પૂછવા પર તેમણે કહ્યું કે, મને નથી લાગતું હાલ નીતિમાં પરિવર્તનની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે અર્થવ્યવસ્થા જ્યારે ધીમી ગતિએ બહાળ નીકળી આવશે ત્યારે દેશને એ વિચારવું પડશે કે, મૌદ્રિક નીતિમાં ક્યારે પરિવર્તન લાવવામાં આવે.

અહલૂવાલિયાએ કહ્યું કે, સરકારને ચાલૂ નાણાકિય વર્ષમાં 6.8 ટકાના રાજકોષીય નુકસાનના અનુમાનની ચિંતા ન કરતા પોતાના ખર્ચની યોજનાને આગળ વધારવી જોઈએ.
સંબંધિત જાણકારી શોધો