દેશમાં સપ્ટેમ્બર માસ દરમિયાન 85. 9 લાખ નવા જીએસએમ ગ્રાહક બન્યા હ્ચે જેનાથી ગત માસની તુલનામાં આ આંકડો 11 ટકા ઓછો છે. સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઑફ ઇંડિયા :સીઓએઆઈ: અનુસાર ઓગસ્ત માસમાં જીએસએમ આપરેટરોએ 97. 5 લાખ નવા ગ્રાહક જોડ્યાં હતાં.
સીઓએઆઈ અનુસાર ભારતી એરટેલે સપ્ટેમ્બર માસમાં 25 લાખ નવા જીએસએમ ગ્રાહક જોડ્યાં જે આ અગાઉના માસની તુલનામાં 10.71 ટકા ઓછા છે. ભારતી એરટેલનીજીએસએમ બજારમાં 32. 08 ટકાની ભાગીદારી છે. ઓગસ્ટમાં કંપનીએ 28 લાખ જીએસએમ ગ્રાહક જોડ્યાં હતાં.
બજાર ભાગીદારીના મામલામાં બીજી સૌથી મોટી કંપની વોડાફોન એસ્સારે સપ્ટેમ્બરમાં 19. 7 લાખ નવા ગ્રાહક જોડ્યાં જ્યારે ઓગસ્ટમાં કંપનીએ 21 લાખ ગ્રાહક બનાવ્યાં હતાં. આઈડિયાએ સપ્ટેમ્બરમાં 13.9 લાખ ગ્રાહક બનાવ્યાં જ્યારે કંપનીએ ઓગસ્ટમાં 15.4 લાખ ગ્રાહક બનાવ્યાં હતાં.