દેશભરમાં સ્વર્ણાભૂષણના ગ્રાહક હવે 575758 પર માત્ર એક એસએમએસ મોકલીને હોલમાર્ક આભૂષણ માટે 22 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવની તરત માહિતી મેળવી શકે છે.
અખિલ ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન (જીજીએફ) દ્વારા દેશમાં વેંચવામાં અને ખરીદવામાં આવતા સોનાની ગુણવતામાં પારદર્શિતા માટે આ પગલું હાથ ધરવામાં આવ્યું છે.
આ તહેવારી સીઝનમાં તેનાથી આભૂષણ ખરીદવા પહેલાની તુલનાએ ખુબ જ સરળ થઈ જશે. તેને ટૂક સમયમાં જ વાણિજ્ય મંત્રાલયની મંજૂરી મળવાની સંભાવના છે.