વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » આર્થિક વૃદ્ધિ દર 6.5% રહેવાનું અનુમાન : રંગરાજન
Feedback Print Bookmark and Share
 

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન સી. રંગરાજને આજે કહ્યું છે કે, ભારતનો આર્થિક વૃદ્ધિ દર ચાલૂ નાણાકિય વર્ષમાં લગભગ 6.5 ટકા રહેવાની સંભાવના છે. મૈક્રો અર્થવ્યવસ્થા પર અહીં એક સેમિનારને સંબોધિત કરતા રંગરાજને કહ્યું કે, મારું પોતાનું અનુમાન છે કે, અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 6 થી 6.5 ટકા રહેશે.

સંભવત: આ ઉપરી સીમાથી નજીક રહેશે. તેમણે કહ્યું કે, કારખાના ક્ષેત્રમાં વૃદ્ધિ દર લગભગ 8 ટકા રહેશે અને સેવા ક્ષેત્રમાં તે ગત વર્ષના સ્તર પર રહેશે.

ઉલ્લેખનીય છે કે, રિજર્વ બેન્કનો આર્થિક વૃદ્ધિ દર 6 ટકા રહેવાનું અનુમાન દર્શાવામાં આવી રહ્યું છે. ફૂગાવાના મામલામાં રંગરાજને કહ્યું કે, કીમતો હવે વૃદ્ધિ થશે અને ચાલૂ નાણાકિય વર્ષના અંત સુધી મોંઘવારી દર 6 ટકાની નજીક રહેશે.
સંબંધિત જાણકારી શોધો