કોમ્પ્યુટર્સ પર કામ કરવું એ આજનાં યુગમાં ફેશન અને આવશ્યકતા બની ગઈ છે. અને ભારતમાં આ છેલ્લા 15-20 વર્ષથી ચાલુ થઈ ગયું છે. જો કે, અંગ્રેજીનું જ્ઞાન આમાં
ND
N.D
અંતરાયરૂપ છે, જે ભારતની મોટા ભાગની વસતીને પ્રશિક્ષણ લેવાથી અને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી વંચિત રાખે છે. અત્યાર સુધી, આ ભાષા અડચણે ગ્રામીણ ભારત અને શહેરી ભારતનાં એક મોટા ભાગને કમ્પ્યુટર ઉપયોગનાં મીઠા ફળો ચાખવાથી અવરોધી રાખ્યા હતા.
પણ હવે વધુ નહીં! વિશ્વની સૌથી મોટી સૉફ્ટવેર કંપની, Microsoft , કમ્પ્યુટર્સને જનતા સમક્ષ લાવવાની નવી પદ્ધતિ લઈને આ વી છે. Microsoft હવે પ્રમુખ ભારતીય ભાષાઓમાં ભાષા ઇંટરફેસ પેક ઑફર કરે છે, જે દરેક સાધારણ વ્યક્તિને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. ટૂંકમાં ભાષા ઇંટરફેસ પેક્સ અથવા LIP, ઇન્સ્ટોલ કરવામાં ખૂબ જ સરળ અને ઉપયોગ માટે અનુકૂળ છે. સૉફ્ટવેરનો આ ભાગ, તમારા કમ્પ્યુટર પ્રત્યેના દૃષ્ટિકોણને બદલશે.
ફક્ત અહીંથી પેજ ડાઉનલોડ કરો અને .exe ને ક્લિક કરીને ઇન્સ્ટોલ કરો. આ ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે કમ્પ્યુટર પર Microsoft Office 2007 નું અંગ્રેજી સંસ્કરણ હોવું જોઈએ. ક્ષણાર્ધમાં, તમારું કમ્પ્યુટર તમારી સાથે તમારી પોતાની ભાષામાં વાત કરવા લાગશે. દસ્તાવેજો, ઈમેલ, પ્રસ્તુતિઓ બનાવવી અથવા કોઈપણ એવા કામ કે જે હમણાં સુધી થોડા મુશ્કેલ લાગતા હતા, તે હવે સમજાઈ જશે અને ખાતરીપૂર્વક પૂર્ણ થશે કારણ કે તે તમારી પોતાની ભાષામાં છે જેને તમે સારી રીતે સમજો છો. બસ તો જાઓ, અજમાવો અને જુઓ... આપની લાઇફ બદલાઈ જશે!