વિદેશોમાં તેજીની વચ્ચે વિવાહ અને તહેવારની ઋતુને જોતાં સ્ટૉકિસ્ટો અને ફુટકર કારોબારીઓ દ્વારા કરવામાં આવેલ ભારે વેચાણને લીધે સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન દિલ્હી બજારમાં સોના-ચાંદીમાં ભારે તેજી નોંધવામાં આવી છે.
બજારના સૂત્રોનાં જણાવ્યાંનુસાર રોકાણકારોએ શેરમાંથી ધન કાઢીને સોનાની ખરીદી કરી, જેના લીધે સોનાના ભાવ ઉચ્ચત્તમ સ્તર પર પહોચી ગયાં. આ પહેલાં 14 ઓક્ટોમ્બરે સોનાના ભાવ 16.250 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઉચ્ચસ્તર સુધી પહોચી ગયાં હતાં. તેમણે જણાવ્યું કે, લગ્ન અને તહેવારને લીધે સોનાની ખરીદી વધવાથી તહેવારની ધારણા પર અનુકૂળ અસર પડી.