કંપનીઓએ જો પોતાના કુશળ કર્મચારીઓને ખુશ રાખવા માટેના અને તેમનો સાથ જાળવી રાખવાના પ્રયત્નો ન કર્યા તો બજારમાં રોનક આવતાની સાથે જ કર્મચારીઓ આકર્ષક નોકરીઓ તરફ ભાગવા લાગશે.
ગ્લોબલ ઓનલાઈન કર્મચારી સેવા પ્રદાતા કંપની મોંસ્ટર ડોટ કોમના એક અધ્યયનને અનુસાર હાલના નાણાંકીય સંકટ વિશેના વિચારોને લઈને નિયોક્તા અને કર્મચારીઓની વચ્ચે મતભેદ છે અને અર્થવ્યવસ્થામાં સુધારો થતાની સાથે જ નિયોક્તાઓએ કર્મચારીઓની નોકરી છોડી દેવાની મુશ્કેલીનો સામનો કરવો પડી શકશે.
અમેરિકી શોધ સંસ્થાન હ્યુમન કેપિટલ ઈંસ્ટીટ્યુટના સહયોગથી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટને અનુસાર નિયોક્તાઓ કર્મચારીઓના મનોબળને ઓછુ આંકી રહ્યાં છે. સર્વેમાં 84 ટકા નિયોક્તાઓનું માનવું છે કે, તેમની પાસે જે કાર્યબળ છે તે માત્ર નોકરી માટે જ અહીંયા છે. બીજી બાજુ માત્ર 58 ટકા કર્મચારીઓ આ પ્રકારની વિચારસરણી ધરાવે છે.