હોંડા મોટરસાઈકલ અને સ્કૂટર ઈંડિયાના કર્મચારીઓની લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલ હડતાલ બુધવારે ખત્મ થઈ. કંપનીના પ્રબંધન અને શ્રમિકોની યુનિયન વચ્ચે સમજુતિ થયા બાદ આ હડતાલ ખત્મ થઈ.
કર્મચારીઓનો દાવો છે કે, પ્રબંધન સંબંધિત વેતન ઢાંચાને અનુસાર વિશેષ પ્રોત્સાહન આપવા સિવાય બધાના પગારમાં 4,400 રૂપિયાનો વધારો કરવા માટે રાજી થઈ ગયું છે.
ઓલ ઈંડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના સચિવ સુરેશ ગૌંડે જણાવ્યું કે, અમે હોંડા મોટરસાઈકલ પ્રબંધનની સાથે એક સમજુતિ પર પહોચ્યાં, જેના હેઠળ કર્મચારીઓના પગારમાં 4,400 રૂપિયાનો વધારો કરવામાં આવશે અને તેમને વિશેષ પ્રોત્સાહન પેકેજ પણ આપવામાં આવશે.