ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ પ્રધાનમંત્રી રાહત કોષ માટે 13.52 કરોડ રૂપિયા આપ્યાં છે. બેંકની એક જાણકારીને અનુસાર આ રકમનો ડ્રાફ્ટ નાણાં સચિવ અશોક ચાવલાને સોંપવામાં આવ્યો છે. આ અવસરે મુખ્ય મહાપ્રબંધક દિલ્હી ગૌતમ કાંજીલાલ મુખ્ય મહાપ્રબંધન (માનવ સંસાધન) બીબી દસ તેમજ અખિલ ભારતીય સ્ટેટ બેંક અધિકારી સંઘના અધ્યક્ષ ટીએન ગોયલ પણ હાજર હતાં. આ રકમ બેંકના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ પોતાના એક દિવસના પગારમાંથી એકઠી કરી છે.