ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં થયેલા વધારાને જોતા 17 ઓક્ટોમ્બરે સમાપ્ત થયેલ સપ્તાહ દરમિયાન મોંઘવારીનો દર 0.30 ટકા વધીને 1.51 ટકા થઈ ગયો છે.
થોક મુલ્ય સુચકાંક આધારિત નાણાંકીય સ્થિતિ આ પહેલાના અઠવાડિયામાં 1.21 ટકા હતી. અત્યારના સમયમાં ચા, મટન, તુવેર, વિનિર્મિત વસ્તુઓ, ગોળ અને ખાદ્ય તેલ મોંઘા થઈ ગયાં છે.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે 27 ઓક્ટોમ્બરે રજુ કરવામાં આવેલ નાણાંકીય નીતિ સમીક્ષામાં ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી મોંઘવારીનો દર 6.5 ટકા પર પહોચવાનું અનુમાન લગાવ્યું છે.