વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ઓએનજીસીનો ચોખ્ખો નફો છ ટકા વધ્યો
Feedback Print Bookmark and Share
 

સરકારી કંપની તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત ત્રિમાસિક ગાળામાં છ ટકા વધીને 5 089. 64 કરોડ રૂપિયા થઈ ગયો છે.

નફો ઘટીને 1 491 કરોડ રૂપિયા રહ્યો કારણ કે, તેણે સરકારને સાર્વજનિક તેલશોધકોને કાચા તેલ પર રાહત મારફત2 630 કરોડ રૂપિયાની ઈંધણ સબસિડીની ચૂકવણી કરવામાં આવી. ઓએનજીસીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યું કે, કંપનીનું વેચાણ તેલનું ઉત્પાદન અને તેની કીમતમાં કમીને પગલે ઘટીને 15 080. 59 કરોડ રૂપિયા થઈ ગઈ જે આ અગાઉ 17 407. 40 કરોડ રૂપિયા હતી.

સપ્ટેમ્બર 30 2009 ના રોજ સમાપ્ત છ માસિકગાળા દરમિયાન ઓએનજીસીને થનારો નફો 9 937. 56 કરોડ રૂપિયા થઈ ગયો જે ગત વર્ષના સમાન સમયગાળામાં 11 444. 74 કરોડ રૂપિયા હતો. કાચા તેલની કીમત ઓગસ્ટ 2008 માં 147 ડોલર પ્રતિ બેરલના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી.
સંબંધિત જાણકારી શોધો