સ્પેક્ટ્રમની ફાળવણીમાં અનિયમિતતાઓના આરોપનો સામનો કરી રહેલા દૂરસંચાર મંત્રી એ. આજાએ આજે ભાજપ પર એમ કહીને નિશાનો સાધ્યો કે, રાજગ સરકાર દરમિયાન કંપનીઓને રેડિયો ફ્રીકવેંસીથી મુક્ત વિતરણથી દેશને આશરે 1.6 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું.
તેમણે પત્રકારોને જણાવ્યું કે, ભાજપના નેતૃત્વવાળી રાજગ સરકારે દૂરસંચાર કંપનીઓને 250 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમ આપ્યાં હતાં. રાજગ સરકાર દરમિયાન થયેલા કોભાંડ 1.6 લાખ કરોડ રૂપિયાથી પણ વધું હતું. પોતાના રાજીનામાની માગણી વિષે પુછવા પર રાજાએ કહ્યું હું ત્યાગપત્ર નહીં આપું. રાજાએ ભાજપા દ્વારા તેની વિરુદ્ધ 60,000 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ કૌભાંડને ફગોવતા કહ્યું કે, સરકારે ટ્રાઈની ભલામણોનું અક્ષરશ: પાલન કર્યું છે.
ભાજપના નેતા અરુણ જેટલીના આરોપોનું ખંડન કરતા તેમણે કહ્યું કે, ભાજપના નેતાએ ખુદ જ કોર્ટમાં એક પ્રમુખ કંપનીનો બચાવ કર્યો છે.