વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ભારતી એરટેલનો નફો 13 ટકા વધ્યો
Feedback Print Bookmark and Share
 

દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી દૂરસંચાર કંપની ભારતીય એરટેલનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બર 2009 ના રોજ સમાપ્ત બીજા ત્રિમાસિક ગાળામાં 13 ટકા વધીને 2,321 કરોડ રહ્યો છે. કંપનીએ આજે કહ્યું કે, અમેરિકી એકાઉંટિગ નિયમો અનુસાર આ દરમિયાન તેની આવક 9 ટકા વધીને 9,846 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ.

કંપનીનું વ્યાજ અને કર આદિ દેણદારીઓની જોગવાઈ કરવામાં આવવા પહેલા માર્જિન સુધરીને 42.1 ટકા થઈ ગયો જ્યારે અગાઉના નાણાકિય વર્ષના સમયગાળામાં તે 41 ટકા હતો.

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ 82.44 લાખ નવા ગ્રાહકો જોડ્યાં અને મોબાઈલ ફોન બજારમાં કંપનીની ભાગીદારી વધીને 23.5 ટકા થઈ ગઈ. ભારતી એરટેલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મિત્તલે કહ્યું કે, જોરદારની હરીફાઈ છતાંપણ ભારતીએ મોબાઈલ બજારમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
સંબંધિત જાણકારી શોધો